News Portal...

Breaking News :

ગુજરાત રાજ્યમાં કુલ મળીને 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ 5467 કંપની ડિરેક્ટર પણ મફત અનાજના હકદાર બન્યા છે

2025-08-13 10:53:30
ગુજરાત રાજ્યમાં કુલ મળીને  55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ 5467 કંપની ડિરેક્ટર પણ મફત અનાજના હકદાર બન્યા છે


અમદાવાદ :  ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે.  


જેના ભાગરુપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતાં આખાય ગુજરાત રાજ્યમાં કુલ મળીને 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ છે. આર્થિક રીતે સુખ સંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છેકે, જમીનદારો, કંપની ડિરેક્ટર, ઈન્કમટેક્સ ભરનારાં 25 લાખનું ટર્નઓવર કરતાં લોકો પણ એનએફએસ રેશનકાર્ડ ધરાવે છે. પ્રથમ તબક્કામાં 15.66 લાખ એનએસએફએ કાર્ડને નોન એનએસએફએ કાર્ડમાં તબદીલ કરવાં નક્કી કરાયું છે.વિકસીત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.60 કરોડ એનએફએસએ કાર્ડેધારકો છે. કાર્ડધારકોને મફત ઘઉં-ચોખા આપવામાં આવે છે. વિકાસના બણગાં ફૂંકવામાં આવી! રહ્યાં છે ત્યાર અસલિયત એ છે કે, લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે. કરુણતા એ છે કે, ગુજરાત સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપે છે તેને સિધ્ધિ ગણાવી રહી છે. 



હકીકતમાં ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે. હવે અન્ન પુરવઠા વિભાગે ગરીબોના નામે મફત અનાજ મેળવતા કાર્ડધારકોને શોધી કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે. પાત્રતાના માપદંડ બંધ બેસતા ન હોવા છતાંય આર્થિક રીતે સુખી સંપન્ન લોકો એનએફએસએનું કાર્ડ ધરાવે છે. આવા લોકોને અન્ન પુરવઠા વિભાગે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના નામે પણ અત્યાર સુધી અનાજ લઈ લેવાયુ છે. કેટલાય કાર્ડ તો એવાં છે જેમાં એક વર્ષથી કાર્ડધારકે રેશન જ મેળવ્યુ નથી. એક કરતાં અન્ય રાજ્યોમાં રેશનકાર્ડ ધરાવતાં હોય તેની સંખ્યા પણ 3500થી વધુ છે. 22 હજાર કાર્ડધારકો તો ડુપ્લીકેટ નામ ધરાવે છે.ગુજરાતમાં એનએફએસએ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરુ પાડવામાં આવે છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને 365 કરોડ સુધી પહોંચી ગઇ છે. છેલ્લાં બે વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે.અન્ન પુરવઠા વિભાગે હવે સુખી સંપન્ન પરિવારોને શોધીને રેશનકાર્ડ રદ કરવાનુ અભિયાન તો શરૂ કર્યુ છે પણ સવાલ એ છે કે, આ રેશનકાર્ડ કાઢી આપનારાં કોણ? તેમની સામે કેમ પગલાં લેવાતા નથી.

Reporter: admin

Related Post