News Portal...

Breaking News :

શહેરમાં વરસાદ અટકતા રાહતના સમાચાર આવ્યા સામે, પાલિકા તંત્ર એ ઉપરવાસમાં વરસાદ નહીં હોવાને લઈને આજવા ડેમના દરવાજા બંધ કરવાનો લીધો નિર્ણય

2024-07-26 13:28:20
શહેરમાં વરસાદ અટકતા રાહતના સમાચાર આવ્યા સામે, પાલિકા તંત્ર એ ઉપરવાસમાં વરસાદ નહીં હોવાને લઈને આજવા ડેમના દરવાજા બંધ કરવાનો લીધો નિર્ણય


શહેરમાં વરસાદી વિરામ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે 72 કલાકમાં વરસાદે સમગ્ર વડોદરા ને ભમરોડ્યું હતું ત્યારે હવે પાલિકા દ્વારા વરસાદ બંધ થયા બાદ ઉપરવાસમાં પણ વરસાદ ન હોવાને લઈને આજવા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે


જેને લઇને વિશ્વામિત્રીની સપાટી હાલ 28 મીટર સ્થિર થઈ છે ડેમના દરવાજા બંધ કરવાને કારણે વિશ્વામિત્રી ની નદી ની જે સપાટી છે એમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે પાલિકા કમિશનર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને સીટી કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં મીડિયા સાથે વાત કરતા પાલિકા કમિશનરે જણાવ્યું હતું શહેરમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસેલા વરસાદને કારણે આજવા ડેમમાં પાણી ઓવરફ્લો થયું હતું ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે પાણી પણ ક્યાંકને ક્યાંક વિશ્વામિત્રીની નદીમાં પહોંચ્યું હતું જેને લીધે વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો થયો હતો છેલ્લા 24 કલાકથી વડોદરામાં વરસાદ નહીં હોવાને લઈને શહેરનું જનજીવન ફરીથી ધબકતું થયું છે તો વળી ઉપરવાસમાં પણ વરસાદ નહીં હોવાને લઈને આજવા ડેમની પાણીની સપાટી સ્થિર થઈ છે. 


ત્યારે પાલિકા કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વરસાદ બંધ થયો ત્યારે વિશ્વામિત્રીનું નદીનું લેવલ 23 થી 24 ફૂટ જેટલું હતું જે ગઈકાલે સાંજે 29 ફૂટ સુધી ને પહોંચ્યું હતું. હવે જ્યારે ઉપરવાસમાં વરસાદ નથી અને વડોદરામાં પણ વરસાદ નથી ત્યારે આજવા માંથી ઓવરફ્લો થતું પાણીને અમે અટકાવી દીધું છે જેને લીધે વિશ્વામિત્રીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે. પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને આજવા માંથી પાણી છોડવાનો નિર્ણય કહેવામાં આવ્યો હતો અને આવનારી પરિસ્થિતિ મુજબ હવે આજવા માંથી પાણી છોડવું કે નહીં તે પણ નક્કી કરવામાં આવશે

Reporter: admin

Related Post