વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે યોજાઇ હતી જેમાં કુળ 17 કામો મંજૂરી અર્થ લેવામાં આવ્યા હતા જેમાંથી 11 કામોને મંજૂરી આપી પાંચ કામ નામંજુર કરવામાં આવ્યા હતા જ્યારે એક કામને મુલતવી કરાયું હતું.
આજની આ બેઠકમાં મિકેનિકલ ખાતાના જેસીબી મશીનો ભાડે લેવાના વાર્ષિક ઇજારામાં 30 લાખની ખર્ચમાં વધારો કરવાના કામને 15 લાખની મંજૂરી આપી મંજૂર કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બિલ્ડીંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ તથા વિવિધ ઝોનની બોર્ડ ઓફિસમાં ફાયર ના સાધનો લગાવવાના કામને મંજૂર કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પાર્ટસ એન્ડ ગાર્ડન શાખામાં ચારેય ઝોનમાં ગાર્ડન મેન્ટેનન્સ કરવાના વાર્ષિક ઇજારા ના કામને ના મંજૂર કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ કાંસોની સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલ માસ્ટર ફ્લોટિંગ પોકલેઇન મશીનના કામને ફક્ત 67 સી હેઠળ મંજૂર કરાયું હતું જ્યારે આ કામમાં વધારો આપવાના નિર્ણયને ના મંજૂર કરવામાં આવ્યો હતો.
Reporter: admin