News Portal...

Breaking News :

જેલમાં માથાભારે શખ્સે સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો 4 લાખની કરી માંગણી

2024-07-04 15:13:40
જેલમાં માથાભારે શખ્સે સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો 4 લાખની કરી માંગણી


રાજકોટ : જેલમાં પૂર્વ TPO સાગઠિયાને વરવો કડવો અનુભવ થયો છે. જેલમાં હત્યા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક માથા ભારે આરોપી એ સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને ચાર લાખની માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. 


માથાભારે શખ્સે એટલું દબાણ કર્યું કે સાગઠિયાએ બહારથી 4 લાખની વ્યવસ્થા કરવી પડી હતી.રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. 


જો કે, જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી.

Reporter: News Plus

Related Post