જમ્મુ : 10 વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે. સાંજ સુધીમાં તમામ બેઠકોની મતગણતરી પૂર્ણ થશે.
બહુમત માટે 46 બેઠકો જરૂરી છે.પરંતુ ત્રી શંકુ સ્થિતિમાં LG ભાજપની સરકાર રચાય તે માટે 5 સભ્યોને નોમિની કરી શકે છે.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2014માં 65% મતદાન થયું હતું, એટલે કે આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, બીજેપી અને પીડીપી ઉપરાંત નાની પાર્ટીઓ હરીફાઈમાં છે.
5 ઓક્ટોબરે યોજાયેલા એક્ઝિટ પોલમાં પાંચ સર્વે એજન્સીઓએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સરકારોને બહુમતી આપ્યો હતો. અને 5 એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. એટલે કે કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી નહીં મળે. આવી સ્થિતિમાં નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો કિંગમેકર બની રહેશે.જમ્મુ કાશ્મીર ના LG જો 5 ધારાસભ્ય ને નોમિનીટ કરે ત્યારે વિધાનસભાની કુલ સંખ્યા 95 થશે. જેથી બહુ મટી માટે 48 સભ્ય જોઈશે.
Reporter: admin