આલ્કોહોલ અને કમર્શિયલ એલપીજીમાં ડીએમઈના મિશ્રણને મંજૂરી આપે તેવી શક્યતા
દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઊર્જા સુરક્ષા સંકટ અને ક્રૂડ ઓઈલ માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે ડીઝલ અને કમર્શિયલ એલપીજીમાં ભેળસેળની શરૂઆત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) આ ઈંધણો માટે ગુણવત્તા માપદંડોને અંતિમરૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર ડીઝલમાં આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ અને કમર્શિયલ એલપીજીમાં ડીએમઈના મિશ્રણને મંજૂરી આપે તેવી શક્યતા છે.
ભારતીય માનક બ્યુરો મુજબ ડીઝલમાં ૧૦ ટકા આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ (આઈબીએ)નું મિશ્રણ કરાશે. આઈબીએ એક જ્વલનશિલ લિક્વિડ છે, જે સામાન્ય રીતે અનાજમાંથી બને છે. રિફાઈનરીઓ અને ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝમાંથી મળેલા સૂચનોના આધારે આ મિશ્રણ તૈયા કરાઈ રહ્યા છે. સૂત્રો મુજબ બીઆઈએસના આ માપદંડ ૧૫ જૂન સુધીમાં જાહેર થઈ શકે છે. બીઆઈએસની ટીમ હિસ્સેદારો સાથે સતત બેઠક કરી રહી છે. સરકારના આ નિર્ણયથી આયાતી ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતો તથા ગ્રામીણ અર્થતંત્રને નવું બજાર મળી શકે છે.
Reporter: admin







