અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, બેન્ક હરાજી દ્વારા ખરીદેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર નોંધણી કરવાનો સરકારના સંબંધિત સત્તાવાળાઓ ઇનકાર કરી શકે નહીં.
ભલે આવી મિલકત પર સરકારી બોજો બોલતો હોય તો પણ. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, એક વખત બેન્ક દ્વારા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે બંધાયેલા છે.
આવી મિલકત પર ભલે સરકારી બોજો હોય પરંતુ એક વખત વેચાણ પ્રમાણપત્ર જાહેર થયા બાદ અધિકારી નોંધણી કરવા બંધાયેલા ભાવનગરની એક મિલકતના કેસમાં નોંધણી કરવાનો ઇનકાર કરવાના સત્તાવાળાઓના હુકમને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદાર તેમજ બેન્ક વચ્ચે કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણીની કાર્યવાહી કરવા અંગે હુકમ કર્યો હતો.
Reporter: admin







