News Portal...

Breaking News :

ઈતિહાસકાર નઝીર વોરા દ્વારા બનાવેલી ગેરકાયદે ઝુબેદા હાઉસની મિલકત તોડી પડાઈ

2025-06-10 14:34:05
ઈતિહાસકાર નઝીર વોરા દ્વારા બનાવેલી ગેરકાયદે ઝુબેદા હાઉસની મિલકત તોડી પડાઈ



અમદાવાદ: શહેર ના જુહાપુરામાં મંગળવારે 10 જૂન સવારે મુખ્ય માર્ગની બાજુમાં સરકાર જમીન પર આવેલા ગેરકાયદે ઝુબેદા હાઉસની તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. કથિત રીતે ઈતિહાસકાર નઝીર વોરા દ્વારા બનાવેલી તેમજ સંચાલિત આ મિલકત છેલ્લાં ઘણા સમયથી તપાસ હેઠળ હતી. 




અમદાવાદના જુહાપુરામાં બુલડોઝર એક્શન, કુખ્યાત નઝીરે સરકારી જમીન પર બનાવેલું ફાર્મ હાઉસ તોડી પડાયું પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરાયું. કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત હેઠળ આ મિલકત તોડી પાડવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે વરિષ્ઠ અધિકારી ઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, આ મિલકત 20,000 ચોરસ ફૂટમાં સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવી હતી, જેને નઝીર વોરા દ્વારા વોરા ફાર્મહાઉસના રૂપે બનાવી હતી.

Reporter: admin

Related Post