News Portal...

Breaking News :

NSS થાપણો 30મી સપ્ટેમ્બર પછી નહિ ઉપાડી લે તો તેમને 30મી સપ્ટેમ્બર પછીનું વ્યાજ નહીં મળે

2024-10-03 10:33:39
NSS થાપણો 30મી સપ્ટેમ્બર પછી નહિ ઉપાડી લે તો તેમને 30મી સપ્ટેમ્બર પછીનું વ્યાજ નહીં મળે


એનએસએસમાં રોકાણ કરનારા દરેક કરદાતાઓને તેમના કે.વાય.સી. અપડેટ કરવાની નોટિસ આપવામાં આવી છે. 


જોકે આ યોજના 2002ના વર્ષથી બંધ કરાયેલી છે.પોસ્ટ ઓફિસમાં જઈને કે.વાય.સી. અપડેટ કરી લીધા પછી તેમને મૌખિક સૂચના આપવામાં આવે છે કે તેઓ તેમની થાપણો 30મી સપ્ટેમ્બર પછી નહિ ઉપાડી લે તો તેમને 30મી સપ્ટેમ્બર પછીનું વ્યાજ આપવામાં આવશે જ નહિ. 1987માં શરૂ કરવામાં આવેલી યોજના 1992માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 1992માં નવેસરથી શરૂ કરવામાં આવેલી એનએસએસન યોજના 2002માં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તેના પર વ્યાજ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. તેથી કેટલાક કરદાતાઓએ આ યોજનાના રોકાણ ઉપાડી લઈ ખાતાઓ બંધ કરાવીને જે તે વર્ષની આવકમાં બતાવી દઈને ટેક્સ જમા કરાવી દીધા હતો. જોકે કેટલાક ડિપોઝિટર્સે તેમના નાણાં પૂર્વવત પડ્યા રહેવા દીધા હતા. આ ખાતાઓ આજેય ચાલુ જ છે.નેશનલ સેવિંગ સ્કીમ કરદાતાના વરસે દહાડે રૂ. 40,000ની આસપાસ રોકવાની છૂટ આપવામાં આવી હતી. તેમાં રોકવામાં આવેલી રકમ આવકવેરા ધારાની કલમ 80 હેઠળ રોકાણ કરનારની આવકમાંથી બાદ આપવામાં આવે છે. 


રોકાણ કર્યા પછીના વર્ષોમાં કરદાતાઓને તેમની થાપણો અને તેના પર મેળવેલા વ્યાજની રકમ ઉપાડવાની છૂટ મળેલી છે. તેમાં ચાર વર્ષનો લૉક ઇન પિરિયડ હતો. એનએસએસ ચાલુ કરવામાં આવે ત્યારે તેના પર 11 ટકા જેટલું વ્યાજ આપવામાં આવતું હતું. સમય જતાં તેના પરનું વ્યાજ ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવ્યું હતું. બારમી જુલાઈ 2024થી તેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.નિયમ મુજબ એનએસએસમાં કરેલા રોકાણની રકમ જે વર્ષે ઉપાડવામાં આવે તે વર્ષે ટેક્સેબલ બની જાય છે. કરદાતા તે રકમનો ઉપાડ ન કરે તો તેના ખાતામાં વ્યાજ પેટે જમા થતી રકમ પર કોઈ જ આવકવેરો લાગતો નથી. આ રકમનો જો તેના વારસદારો ઉપાડ કરે તો તેવા સંજોગોમાં ઉપાડની સંપૂર્ણ રકમ ટેક્સફ્રી ગણાતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણ કરનારના વારસદાર તેના મૃત્યુ પછી તે રકમનો ઉપાડ કરે તો તેના પર ટેક્સ લાગતો નથી. આ જ ગણતરી સાથે સંખ્યાબંધ ખાતેદારોએ તેમના ખાતા ચાલુ રાખ્યા હતા. બારમી જુલાઈ 2024થી તેમાં ખાસ્સા ફેરફાર કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post