News Portal...

Breaking News :

એક લોનમાં ડિફોલ્ટર જાહેર થાય તમામ એકાઉન્ટ ફ્રીઝ:RBI

2026-05-04 12:33:59
એક લોનમાં ડિફોલ્ટર જાહેર થાય તમામ એકાઉન્ટ ફ્રીઝ:RBI


મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી છે. 


તાજેતરમાં 27મી એપ્રિલે બહાર પાડેલા પરિપત્ર મુજબ, જો કોઈ લોન લેનાર પાસે નાણાં હોવા છતાં ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવે, તો તેને માત્ર છ મહિનામાં જ 'વિલફૂલ ડિફોલ્ટર' જાહેર કરી દેવામાં આવશે.નવા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકે એકથી વધુ બેંકો કે સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય અને તે કોઈ પણ એક લોનમાં ડિફોલ્ટર જાહેર થાય, તો તેને તેની તમામ લોનમાં ડિફોલ્ટર માની લેવામાં આવશે. 


આટલું જ નહીં, આવા કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિર્ધારિત બેંકિંગ નિયમો હેઠળ વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટ્સ સ્થગિત (ફ્રીઝ) કરી દેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કડક જોગવાઈઓ પહેલી એપ્રિલ 2026થી અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.

Reporter: admin

Related Post