News Portal...

Breaking News :

વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ મેળવીને નવો ઈતિહાસ રચ્યો

2026-05-04 12:28:46
વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ મેળવીને નવો ઈતિહાસ રચ્યો


ચેન્નાઇ : સિનેમાના પડદે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવનાર વિજય થલાપતિ આજે તમિલનાડુના રાજકીય મેદાનમાં પોતાની અસલી 'કમાન્ડ' સાબિત કરી દીધી છે. 


દાયકાઓથી જે રાજ્યમાં DMK અને AIADMKનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ માત્ર આંકડા નથી, પણ રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો જે ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું છે. તમિલનાડુની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને હવે માત્ર સ્ક્રીનનો નહીં, પણ વ્યવસ્થા બદલવાવાળો અસલી 'થલાપતિ' મળી ગયો છે.તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓ અને રાજકારણ વચ્ચે જૂનો અને અતૂટ સંબંધ રહ્યો છે, તેમ છતાં હાલના સમયમાં મોટા ગજાના સુપરસ્ટાર્સ આ ક્ષેત્રમાં જોઈએ તેવી સફળતા મેળવી શક્યા નથી. 


રજનીકાંતે વર્ષ 2017માં રાજનીતિમાં આવવાની જાહેરાત તો કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ચોક્કસ પગલાં ન લેવાને કારણે અને છેવટે સ્વાસ્થ્યના કારણો આપીને પીછેહઠ કરવાથી જનતામાં તેમની વિશ્વસનીયતા ઓછી થઈ ગઈ. બીજી તરફ, કમલ હાસને પોતાની પાર્ટી 'મક્કલ નીધિ મય્યમ'(MNM) બનાવી ખરી, પણ તેમની 'બૌદ્ધિક રાજનીતિ' સામાન્ય લોકો માટે સમજવી અઘરી રહી અને તેમની પાસે પાયાના સ્તરે કામ કરી શકે તેવા મજબૂત કાર્યકરોનો પણ અભાવ જોવા મળ્યો.

Reporter: admin

Related Post