News Portal...

Breaking News :

કેટલું ચલાવશો લોલમલોલ જાહેર પ્રવેશ પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓ સ્વચ્છ અને વિવાદ રહિત રહેવી જોઈએ

2024-06-16 08:54:11
કેટલું ચલાવશો લોલમલોલ જાહેર પ્રવેશ પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓ સ્વચ્છ અને વિવાદ રહિત રહેવી જોઈએ




  કેટલું ચલાવશો લોલમલોલ એવું કડકાઈ થી કહેવાનો સમય પાકી ગયો છે.કોઈ પરીક્ષા વિવાદ અને આશંકા થી મુક્ત રહી નથી.neet પરીક્ષા ના વિવાદમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ગ્રેસ માર્કસ નો મુદ્દો અદાલતી આદેશ થી માંડ ઉકેલ્યો ત્યાં હવે કૌભાંડની દુર્ગંધ શરૂ થઈ છે.
   તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટ - યુજી પરીક્ષા ૨૦૨૪ અંગે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે અને મામલો સર્વોચ્ય અદાલત સુધી પહોંચ્યો છે.એમ.બી.બી.એસ.અને અન્ય તબીબી કોર્સમાં પ્રવેશ માટે આ પરીક્ષા ખૂબ અગત્યની છે અને અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓ નું ભવિષ્ય તેના પર નિર્ભર રહે છે એટલે આ પરીક્ષા વિવાદમાં આવે એ મોટી રાષ્ટ્રીય ચિંતાનો વિષય ગણાય.એટલે આ મામલાનો શક્ય તેટલો વહેલો પારદર્શક અને સૌ નો વિશ્વાસ અકબંધ રહે તેવો ઉકેલ આવવો જરૂરી છે.
   સરકારે વિદ્યાર્થીઓ ની આશંકાઓ નું નિવારણ થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને અન્યાય તો નહિ થાય એવા ડરનું નિવારણ સત્વરે કરવું જ રહ્યું.નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખુલાસો કર્યો છે કે નીટ માં પેપર લીક ના કોઈ પુરાવા નથી અને કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેમણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સ્વચ્છતા નું પ્રમાણપત્ર આપ્યું છે.જો કે આ વાત તર્કબદ્ધ રીતે વિગતવાર રજૂ કરીને આશંકાઓ નિવારવા ની જરૂર છે.
  



સર્વોચ્ચ અદાલતે આ વિવાદમાં ૧૫૬૩ વિદ્યાર્થીઓ ને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ રદ કરીને,તેમને નવેસરથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવાની ભલામણ કરી.આ નિર્ણયથી વિદ્યાર્થીઓ નો પ્રોત્સાહક વિજય થયો છે.
  જાહેર પ્રવેશ પરીક્ષાઓ હોય કે ભરતી પરીક્ષાઓ,છેલ્લા ઘણા સમયથી વિવાદોની હારમાળા સર્જાઈ રહી છે.ક્યાંક નવેસરથી પરીક્ષા લેવાની જરૂર પડે છે.
  ગુજરાત,મધ્ય પ્રદેશ,રાજસ્થાન સહિતના રાજ્યોમાં જાહેર ભરતી પરીક્ષાઓ માં પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ બનતા પરીક્ષાઓ રદ કરવી પડી છે.
  તાજેતરમાં રાજ્ય વિદ્યુત નિગમમાં ભરતીમાં ખોટા માર્ગો અપનાવનારા નિયુક્ત ઉમેદવારો ની નોકરી સમાપ્ત કરવી પડી.આ પ્રકારના બનાવો થી સરકારની છબી ધુમિલ થાય છે.
  ગુજરાત સરકારે ભરતી પરીક્ષાઓ ને સ્વચ્છ અને શંકા રહિત બનાવવા વિવિધ પગલાં લીધા એ આવકાર્ય છે.
   



જો કે ભૂતકાળની ભરતી પરીક્ષાઓમાં પેપર લીક માટે જવાબદાર તત્વો ને હજુ સુધી દાખલારૂપ સજા થઈ નથી. આવા કિસ્સાઓમાં કેસ ઝડપ થી ચલાવાય અને કસૂરવારો ને કડક સજા થાય તે જરૂરી છે.
  ટુંકમાં,ભરતી અને પ્રવેશ પરીક્ષાઓ પારદર્શક રાખવાની જવાબદારી સંબંધિત સરકારો ની છે. નીટ ના વિવાદમાં સરકાર પ્રો એક્ટિવ બની,વિદ્યાર્થીઓ નો વિશ્વાસ વધે એવી કાર્યવાહી કરે એ ઇચ્છનીય છે...

Reporter: News Plus

Related Post