પરમ પૂજ્ય ગુરુદેવ એવમ વં. માતાજીના સૂક્ષ્મ પ્રેરણાથી અને શાંતિકુંજ હરિદ્વારના આદેશથી તારીખ 23- 5 -24 ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા દરેક તાલુકાઓમાં અને શાખાઓમાં ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞની શૃંખલા ચલાવવામાં આવી
જેમાં છોટાઉદેપુર જિલ્લાના કુલ 201 ઘરોમાં યજ્ઞો સંપન્ન થયા. જેમાં બોડેલીમાં -31 છોટાઉદેપુરમાં- 31 નસવાડીમાં- 51 ભાટપુરમાં- 40 કવાટમાં- 11 વાટા-૨ કોસીન્દ્રા -24 ભોરદા- 8 કાપડિયા-૩ આમ કુલ 201 ઘરોમાં ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા હતા.
યજ્ઞ ઘરે કરવાનો ઉદ્દેશ ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને અને વિશ્વમાં સદૃ શાંતિ ની સ્થાપના થાય તેમ જ યજ્ઞથી પર્જન્ય વરસાદ થાય અને પ્રજાનું પોષણ થાય છે તથા યજ્ઞમાં હોમેલા દ્રવ્યોથી વાતાવરણ સુગંધિત બને છે અને વિશ્વનું કલ્યાણ થાય છે ગૃહે ગૃહે યજ્ઞ પ્રક્રિયા ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા સંપન્ન કરવામાં આવ્યા હતા.
Reporter: News Plus