News Portal...

Breaking News :

હાઇકોર્ટે આજીવિકાના અધિકારને સુરક્ષિત રાખવા AMCને આદેશાત્મક સૂચનાઓ આપી

2026-02-12 12:32:30
હાઇકોર્ટે આજીવિકાના અધિકારને સુરક્ષિત રાખવા AMCને આદેશાત્મક સૂચનાઓ આપી


અમદાવાદ:  ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ)ને હટાવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ટ્રાફિક જામની દલીલ કરી પાથરણાવાળાને પરત લાવવાનો વિરોધ કર્યો હતો, જેની સામે હાઈકોર્ટે કાયદાના અમલીકરણ અને આજીવિકાના અધિકારને સુરક્ષિત રાખવા AMCને આદેશાત્મક સૂચનાઓ આપી છે.સુનાવણી દરમિયાન AMCના વકીલે મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 'જો અત્યારે ફેબ્રુઆરી 2026માં 800થી વધુ પાથરણાવાળાને ભદ્ર પરિસરમાં પરત લાવવામાં આવે, તો ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. કોર્પોરેશન દ્વારા પાથરણાવાળાને 100 મીટર દૂર પ્લોટ-A અને Bમાં વચગાળાની વ્યવસ્થા તરીકે ખસેડવામાં આવ્યા છે.


મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ખંડપીઠે AMCના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'પાથરણાવાળા વર્ષ 2019થી ત્યાં કાર્યરત હતા અને AMCએ તેમને 2025માં બળજબરીથી દૂર કર્યા છે, જે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની ભાવનાની સામે છે. AMC દ્વારા બળજબરીથી હટાવવાને કારણે પાથરણાવાળાએ કોર્પોરેશન પરથી વિશ્વાસ ગુમાવ્યો છે. જો પરિસ્થિતિ બદલાઈ હોય તો નવો સર્વે કરો, પરંતુ કાયદાના માળખામાં રહીને 844 પાથરણાવાળાને સમાવિષ્ટ કરવા માટે યોગ્ય યોજના તૈયાર કરો.'

Reporter: admin

Related Post