લખનઉ :અહીં HDFC બેંકની એક મહિલા અધિકારીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થઈ ગયું છે. મહિલા લંચ કરવા માટે ઓફિસમાં બેઠી હતી ત્યારે તે અચાનક ખુરશી પરથી નીચે ઢળી પડી. મહિલા અધિકારીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.
પોલીસે મહિલાના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત મંગળવારે HDFC બેંકની ગોમતી નગરના વિભૂતિખંડ બ્રાન્ચમાં એક મહિલા અધિકારી લંચ કરવા માટે ખુરશી પર બેઠા હતા અને તે અચાનક જ બેભાન થઈને નીચે ઢળી પડ્યા. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
જોકે, ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહિલાનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના સાચા કારણની જાણ થશે. આ મહિલાની ઓળખ સદફ ફાતિમા તરીકે થઈ છે, તેમની ઉંમર 45 વર્ષની હોવાની માહિતી મળી રહી છે. આ મહિલા અધિકારી લખનઉના જ વજીરગંજ વિસ્તારની રહેવાસી હતી.
Reporter: admin