News Portal...

Breaking News :

હાથીખાનામાં તસ્કરોનો આતંક: 10થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાની ચોરી

2026-06-15 11:01:26
હાથીખાનામાં તસ્કરોનો આતંક: 10થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાની ચોરી


હાથીખાનામાં તસ્કરોનો આતંક: 10થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાની ચોરી

વડોદરા શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટનાઓએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. કુંભારવાડા પોલીસ મથક હેઠળના હાથીખાના વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોના ટોળાએ 10થી વધુ દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અંદાજે 11.70 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ સહિત વિવિધ દુકાનોમાંથી માલસામાનની ચોરી થતાં વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘટનાની ગંભીરતા એ છે કે, પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું અને માર્કેટ વિસ્તારમાં 24 કલાક સિક્યુરિટી સ્ટાફ પણ હાજર હતો, તેમ છતાં તસ્કરો સરળતાથી દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. અજાણ્યા બુરખાધારી ત્રણ ઇસમોએ એ.પી.એમ.સી. માર્કેટની દુકાનોના શટર અને તાળા કોઈ સાધન વડે તોડી કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા.સવારે વેપારીઓ દુકાને પહોંચતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો અને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે, જેમાં તસ્કરો દુકાનોના તાળા તોડતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

શહેરમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે, ત્યારે પોલીસ માટે આ કેસ પડકારરૂપ બન્યો છે. પ્રાથમિક રીતે 8થી 11 દુકાનોમાં ચોરી થયાની જાણ મળી છે અને તમામ વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. દરેક દુકાનદારોની ફરિયાદ આધારે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અલગ અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ તપાસ હાથ ધરાઈ રહી છે.એન્ડ્રુ મેકવાન, DCP વડોદરાના હાથીખાના APMC વિસ્તારમાં રવિવારના દિવસે બાબાસૂટ પહેરી આવેલા ત્રણ તસ્કરોએ આતંક મચાવ્યો હતો. અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ એક પછી એક 10 જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ સરળતાથી હાથફેરો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં ત્રણ શખ્સોની હિલચાલ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. સતત વધતી ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. હાથીખાના વિસ્તારના વેપારીઓએ બેઠક યોજી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ તપાસ આગળ વધી રહી છે.

Reporter: admin

Related Post