News Portal...

Breaking News :

રાત્રિ દરમ્યાન ચોરોનો હુમલો: હાથીખાનામાં એકસાથે 11 દુકાનોમાં ચોરી

2026-06-14 15:03:22
રાત્રિ દરમ્યાન ચોરોનો હુમલો: હાથીખાનામાં એકસાથે 11 દુકાનોમાં ચોરી


રાત્રિ દરમ્યાન ચોરોનો હુમલો: હાથીખાનામાં એકસાથે 11 દુકાનોમાં ચોરી

વડોદરાના હાથીખાના વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચોર ટોળકીએ ફિલ્મી ઢબે હુમલો કરી એક સાથે 11 દુકાનોના તાળા તોડી નાખ્યા હતા. અંદાજે 10 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો અંદાજ છે. સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.આ ઘટના માત્ર ચોરી સુધી મર્યાદિત નથી, પરંતુ વિસ્તારની સતત વધતી ગુનાખોરી પર પણ ગંભીર સવાલ ઉભા કરે છે. ત્રણ દિવસ પહેલા જ કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીક ફાયરિંગની ઘટના થઈ હતી, 

જેમાં નામચીન આરોપીએ જાહેરમાં હથિયારનો ઉપયોગ કરીને ભયનો માહોલ સર્જ્યો હતો.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જામીન પર બહાર આવેલા આરોપીઓ પર યોગ્ય નજર રાખવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પરિણામે ફરી એકવાર કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીખાના એપીએમસી માર્કેટમાં મોટી ચોરીની ઘટના બની છે.ફાયરિંગ કેસમાં આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસે વિસ્તારમાં લાવ્યા બાદ પણ ગુનેગારોમાં કાયદાનો ડર દેખાતો નથી. એક જ વિસ્તારમાં સતત બની રહેલી આવી ઘટનાઓથી વેપારીઓમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે.

Reporter:

Related Post