વડોદરા : સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

શોભાયાત્રા દરમિયાન શિવાજી મહારાજની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું, અને તેમનું શૌર્ય, વીરતા અને રાજધર્મ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો જોડાયા હતા સાંઈ પરિવાર ટ્રસ્ટ કાલુપુરા દ્વારા તિથિ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ટ્રસ્ટની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.






Reporter: admin