News Portal...

Breaking News :

જૂની અદાવતમાં યુવક પર હુમલો, ગોરવા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને દબોચ્યો

2026-06-17 15:34:21
જૂની અદાવતમાં યુવક પર હુમલો, ગોરવા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને દબોચ્યો

જૂની અદાવતમાં યુવક પર હુમલો, ગોરવા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને દબોચ્યો

વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુથી હુમલાની ઘટનામાં ગોરવા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. જૂની અદાવતના કારણે બનેલી આ ઘટનામાં એક યુવકને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ, 14 જૂન 2026ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે ફરિયાદી ગોરવા આઈટીઆઈ પાસે આવેલી સંતરામ પાઉભાજીની લારી પર પાઉભાજી લેવા માટે ગયા હતા. તે દરમિયાન જૂનો વિવાદ રાખીને આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી શરૂ કરી મારામારી કરી હતી.

બાદમાં આરોપીએ નજીકમાં આવેલી ઇંડાની લારી પરથી ચપ્પુ લઈને ફરિયાદી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદીએ બચાવ માટે હાથ આગળ કરતાં તેમના ડાબા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે આરોપીને શોધવા માટે સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપી ફૈજલ ફીરોજ રાજ, રહે. ગોરવા, વડોદરાને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમગ્ર કામગીરી ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠીયા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Reporter: admin

Related Post