સભાઓમાં ચાર કામોને વધારાના એજન્ડા તરીકે સામેલ થતા કોંગ્રેસે તીવ્ર વિરોધ કર્યો...
ચીફ ફાયર ઓફિસર, તળાવમાં ગટરના પાણી, ભૂખી કાશ ડાયવર્ટ લો પ્રેસર પાણી સહીત મુદ્દાથી સભાં ગજવી હતી...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાગૃહમાં યોજાયેલી સામાન્ય સભા દરમિયાન શરૂઆતથી જ ઉગ્ર દૃશ્યો જોવા મળ્યા હતા. સભાના પ્રારંભે જ કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ શાસિત કોર્પોરેશનની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો અને સભાગૃહમાં હોબાળો મચાવ્યો હતો. આ વિવાદનું મુખ્ય કારણ હતું..બે સભાઓમાં ચાર કામોને વધારાના એજન્ડા તરીકે સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. જેનો કોંગ્રેસે તીવ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું હતું કે, આ ચારેય કામોમાંથી એક પણ કામ જરૂરી કે અગત્યનું નથી, છતાં તેને વધારાના કામ તરીકે એજન્ડામાં સામેલ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે આ મુદ્દે સભાગૃહમાં આકરા શબ્દોમાં ભાજપની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ પ્રક્રિયાને "નાટક" ગણાવ્યું, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા. આ શબ્દના ઉપયોગથી ભાજપના કાઉન્સિલરો નારાજ થયા અને બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. આ બબાલ વધુ તીવ્ર બનતાં કોંગ્રેસના કાઉન્સિલરોએ સભાગૃહમાં ફ્લોર પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું, જેનાથી સભાનું વાતાવરણ વધુ તંગ બન્યું હતું. વિપક્ષનાં કાઉન્સિલર અમીબેન રાવતે પ્રતિક્રિયા આપી હતી કે સભાને મેં નાટક શબ્દ કહ્યો તે સુચક અને યોગ્ય જ હતો કારણ કે સભા જીપીએમસી એક્ટ મુજબ નથી ચાલતી. સત્તાપક્ષ સભામાં ચર્ચાથી ડરે છે કારણ કે હવે તો શાસકપક્ષનાં કાઉન્સિલરો પણ બોલવા લાગ્યા છે.સભામાં જીપીએમસી એક્ટનો શાસકપક્ષ છેદ ઉડાવીને બંધારણીય હક છીનવી રહી છે.સાત દિવસ પહેલા એજન્ડા આપવાની પ્રણાલી છે પણ તે નથી થઈ રહ્યું.તેમણે કહ્યું કે એવી કોઈ યુદ્ધની સ્થિતિ ન્હોતી કે આટલી ઉતાવળમાં કામો પાસ કરી દેવામાં આવે..શાસકપક્ષ ભાજપ સભામાં આપખુદશાહી ચલાવી રહ્યો છે.વિપક્ષ દ્વારા નાટક શબ્દનો પ્રયોગ કરાયા બાદ શાસક પક્ષના નગસેવક ઉગ્ર બન્યા હતા.નગરસેવક નિતિન દોંગાએ જણાવ્યું કે જીપીએમસી એક્ટના કાયદા મુજબ પ્રક્રિયા થઈ છે . વિપક્ષ દ્વારા નાટક શબ્દ બોલવામાં આવ્યો એનો અમે વિરોધ કર્યો હતો. વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી અને તેથી તે વિરોધ કરી રહ્યા છે. આ વિવાદના કારણે સભાગૃહમાં ઘણા સમય સુધી અરાજકતા જોવા મળી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોના ફ્લોર પર બેસીને કરેલા વિરોધથી સભાની કાર્યવાહી અટકી ગઈ હતી. જો કે, ભાજપે આ ચારેય દરખાસ્તોને બહુમતીના જોરે મંજૂર કરી હતી, જેનાથી કોંગ્રેસનો વિરોધ વધુ તીવ્ર બન્યો હતો.

વોર્ડ નંબર 1માં પાણીની ફરિયાદ...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર જહા ભરવાડે સામાન્ય સભામાં લો પ્રેસરની પાણીની ફરિયાદ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું આ સાથે ઇલેક્શન વોર્ડ નંબર 1 ના અનેક વિસ્તારોમાં જો પાણી ટેન્કરથી મોકલવું હોય તો અધિકારીઓને હાથ જોડવા પડે છે તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું સામાન્ય સભામાં ભૂખી કાંસ ડાયવર્ટ કરવા મુદ્દે વિરોધ છે જ અને રહેશે તેવી વાત કહેતાં ભાજપના કોર્પોરેટરો ભૂખી કાંસ ડાયવર્ટ ના કામમાં સમર્થન માં આવ્યાં હતાં. આ મુદ્દે શાબ્દિક ટપા ટપી પણ થઈ હતી.
કાશી વિશ્વનાથ તળાવમાં ગટરના પાણી મુદ્દે રજૂઆત...
વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુર્વે તેમના વિસ્તારમાં કાશી વિશ્વનાથ તળાવમાં ગટરના પાણી મુદ્દે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો ચોમાસામાં આ પાણીનો નિકાલ નહીં થાય તો પછી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે અને લોકોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવશે આ સાથે તેમણે કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવના પાણીના નિકાલ માટે વિવાદિત વિચારદાર ઓડેદરા દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને તે મામલે તપાસની પણ માંગ કરી હતી આ સાથે શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર પણ યોગ્ય સ્થળે વહેલા શરૂ કરવાની સાથે ડ્રેનેજ ની સફાઈ મુદ્દે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું.
ચીફ ફાયર ઓફિસરની બેદરકારીનો મુદ્દો ગાજ્યો...
કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ સભામાં કહ્યું કે જયારે વડોદરામાં વરસાદની આગાહી કરાઇ હતી ત્યારે ચીફ ફાયર ઓફિસર વડોદરા માં કે કન્ટ્રોલ રૂમમાં હાજર ન હતા અને તેથી કમિશનરે નોટિસ આપી હતી. ચીફ ફાયર ઓફિસરનવી નિમણુંક પણ બહુમતી ને જોરે મંજુર કરી છે અને આરઆરના નિયમ મુજબ નિમણુક કરાઇ નથી.
Reporter: admin