News Portal...

Breaking News :

જંતર-મંતર પર ઇન્ટરનેટ વગર ચેટિંગ! Gen Zના પ્રોટેસ્ટ સર્વાઇવલ ટીપ્સ વાયરલ

2026-07-24 17:40:06
જંતર-મંતર પર ઇન્ટરનેટ વગર ચેટિંગ! Gen Zના પ્રોટેસ્ટ સર્વાઇવલ ટીપ્સ વાયરલ

નવી દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કમાં વારંવાર ખલેલ પડતા વિદ્યાર્થીઓએ સંપર્ક જાળવવા નવી ટેક્નોલોજી અને વિકલ્પો અપનાવ્યા છે. સોશિયલ મીડિયા પર Gen Zના "પ્રોટેસ્ટ સર્વાઇવલ ટીપ્સ" ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જંતર-મંતર પર નીટ મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક વખત અથડામણ થઈ છે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અડગ રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

આ દરમિયાન મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટમાં અવરોધ ઉભા થતાં વિદ્યાર્થીઓએ બ્લૂટૂથ આધારિત મેસેજિંગ એપ્સ અને ઓફલાઇન મેપ્સનો ઉપયોગ શરૂ કર્યો છે, જે ઇન્ટરનેટ વગર પણ સંદેશાવ્યવહાર કરવામાં મદદરૂપ બને છે. સાથે જ લોકલ રીતે ચાલતા AI મોડલ્સ અને અન્ય સંચાર સાધનોનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે જેથી સંપર્ક તૂટે નહીં.

આપાતકાલીન સ્થિતિ માટે પ્રદર્શન સ્થળની આસપાસ રહેતા સ્થાનિક લોકોના ફોન નંબર પણ વિદ્યાર્થીઓ દ્વારા સાચવી રાખવામાં આવી રહ્યા છે, જેથી જરૂર પડે ત્યારે તરત મદદ મળી શકે.

પોલીસની કાર્યવાહી અને ટિયર ગેસથી બચવા માટે પણ વિદ્યાર્થીઓ વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. ટિયર ગેસની અસર ઓછી કરવા માટે પાણી અને એન્ટાસિડનું મિશ્રણ રાખવામાં આવી રહ્યું છે, જ્યારે આંખો અને શ્વાસની સુરક્ષા માટે પેઇન્ટર માસ્ક અને સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ તમામ "સર્વાઇવલ ટીપ્સ"ને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

Reporter: admin

Related Post