News Portal...

Breaking News :

ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આરએફઓની ટીમ ERC ફાયર સ્ટેશન પર ઓચિંતી વિઝિટ

2024-11-28 11:57:54
ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આરએફઓની ટીમ ERC ફાયર સ્ટેશન પર ઓચિંતી વિઝિટ


વડોદરા : શહેરમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ કે પછી કોઈ મોટી દુર્ઘટના બનતી હોય ત્યારે ફાયર વિભાગ તેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતું હોય છે 


ઘણી વખત ફાયર વિભાગ વિવાદોમાં પણ આવતું હોય છે ત્યારે આજરોજ વડોદરા હાઇવે પાસે આવેલી ERC ફાયર સ્ટેશન ખાતે ફાયારના ઘણા વાહનો અહીંયા જોવા મળતા હોય છે સાથે જ અહીંયા રીપેરીંગ કરવા માટે પણ વાહનોને આ જગ્યા પર લાવવામાં આવે છે ત્યારે મહત્વની વાત એ કે ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા કુલ 21 ફાયરના વાહનો વડોદરાને ફાળવવામાં આવ્યા છે. જેમાં 19 મોટા વાહનો તેમજ બે બુલેટ પણ આપવામાં આવી છે. 


ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જીએસડીએમ ના અધિકારીઓ તેમજ આર એફ ઓ ની ટીમ ERC ફાયર સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. સાથે જ વડોદરા ફાયર વિભાગના અધિકારી આઝાદ નિકુંજ પણ હાજર જોવા મળ્યા હતા.અને તમામ વાહનોમાં ફિટનેસ છે કે કેમ તેના વાહનના સ્પેરપાર્ટ વર્ક કરે છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. સાથે જ જો કોઈ વાહનમાં ખામી દેખાશે તો તેના બદલામાં અન્ય નવા વાહનો મળવાની શક્યતા જોવા મળી રહી છે.

Reporter: admin

Related Post