વડોદરા : ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે.
ત્યારે આજરોજ સદસ્યતા અભિયાન-2024ના પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી. અને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
આ પ્રસંગે તેમણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા તથા વિકાસ કરાયો હતો તે વાત કરી હતી સાથે જ આગામી 23મી સપ્ટેમ્બર ના રોજ સંકલ્પદિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવે તેવી અપીલ કરાઇ હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે વડોદરાના મેયર પિન્કી સોની પૂર્વ મેયર સુનીલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
Reporter: admin