News Portal...

Breaking News :

મિર્ઝાપુરમાં જીવલેણ ગરમીમાં ચૂંટણી ડ્યૂટીમાં તહેનાત પાંચ હોમગાર્ડ્સના મોત તેમજ 16 હોસ્પિટલમાં દાખલ

2024-05-31 20:45:50
મિર્ઝાપુરમાં જીવલેણ ગરમીમાં ચૂંટણી ડ્યૂટીમાં તહેનાત પાંચ હોમગાર્ડ્સના મોત તેમજ 16 હોસ્પિટલમાં દાખલ



મિર્ઝાપુર : દેશભરના ઘણા રાજ્યોમાં એકતરફ જાનલેવા ગરમી પડી રહી છે, તો બીજીતરફ લોકસભા ચૂંટણીનો ધમધોકાટ જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમી કારણે સૌથી ચિંતાજનક સ્થિતિ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા લોકોની છે, ત્યારે બળબળતી ગરમી વચ્ચે આવતીકાલે (1 જૂન) છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જો કે તે પહેલા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ભીષણ ગરમી અને હીટવેવના કારણે ચૂંટણી ડ્યૂટીમાં જોડાયેલા પાંચ હોમગાર્ડના મોત થયા છે અને 16 હોમગાર્ડ્સની તબિયત લથડતા તેમને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. આ તમામ હોમગાર્ડ્સ સાતમાં તબક્કાના મતદાન માટે ડ્યૂટી પર તહેનાત હતા.



મળતા અહેવાલો મુજબ ચૂંટણી ડ્યૂટીની ફરજના ભાગ રૂપે આજે કેટલાક હોમગાર્ડ્સ પોલિટેકનિક મેદાનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની અચાનક તબિયત લથડતા દોડધામ મચી હતી. ત્યારબાદ તમામને સારવાર અર્થે તુરંત ટ્રોમાં સેન્ટર લઈ જવાયા હતા, જોકે હોસ્પિટલમાં પાંચ હોમગાર્ડના મોત થયા હતા.


ઉત્તર ભારતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘણા સ્થળોએ તાપમાન 51 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે ઘણા લોકો જીવ ગુમાવી ચુક્યા છે. મિર્ઝાપુરની વાત કરીએ તો અહીં શુક્રવારે 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે મિર્ઝાપુરમાં તાપમાન 49 ડિગ્રી પાર જવાની સંભાવના છે. જોકે શુક્રવારે બળબળતી ગરમી ડ્યુટી કરી રહેલા હોમગાર્ડ્સની તિયત લથડતા મોત થયા છે. મિર્ઝાપુરના ડીએમ પ્રિયંકા નિરંજને કહ્યું કે, આજે પ્રચંડ ગરમીના કારણે પાંચ હોમાર્ડના મોત નિપજ્યા છે.

Reporter: News Plus

Related Post