News Portal...

Breaking News :

નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

2025-04-07 11:38:03
નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી


વડોદરા: શહેરમાં સોમા તળાવ ચાર રસ્તા થી ભારત પેટ્રોલ પંપની બાજુની આવેલી સોસાયટીના રોડ પર નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.



શહેરના વાઘોડિયા - ડભોઇ રોડ ખાતે આવેલા સોમા તળાવ થી ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સોસાયટીના નાકે નારાયણ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ડીભી ભડભડ સળગી ઉઠી હતી 


સમગ્ર બનાવની જાણ થતાં ગાજરાવાડી ફાયરબ્રિગેડની ટીમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી ફાયરબ્રિગેડે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.હાલમાં ગરમી વધતા વીજ લોડ વધ્યો છે જેના કારણે આગજનીની ઘટનાઓ બનવા પામી છે.

Reporter: admin

Related Post