ભારતના રશિયન તેલ આયાતના નિર્ણયને યુરોપમાંથી મળ્યું સમર્થન
જયશંકરે યાદ અપાવ્યું કે 2022માં રશિયા પર પ્રતિબંધો લાગ્યા બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં મોટા ફેરફારો થયા હતા. યુરોપીય દેશોએ મધ્યપૂર્વમાંથી મોટા પ્રમાણમાં તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ભારત માટે ઉપલબ્ધ વિકલ્પોમાં રશિયન ક્રૂડ ઓઈલ મહત્વપૂર્ણ બન્યું હતું.યુરોપીય દેશોની ટીકાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ઘણા યુરોપીય દેશોએ વર્ષો સુધી એવા દેશોને હથિયારો વેચ્યા છે, જેનો ઉપયોગ ભારત સામે થયો હતો. તેથી ભારતના નિર્ણયોને માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી જોવું યોગ્ય નથી.જયશંકરે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતના ખાડી દેશો સાથેના સંબંધો માત્ર ક્રૂડ ઓઈલ સુધી મર્યાદિત નથી, પરંતુ વેપાર, રોકાણ, સુરક્ષા અને વ્યૂહાત્મક સહકાર જેવા અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલા છે. રશિયા આજે ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર છે, જ્યારે અમેરિકા ગેસ સપ્લાયના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.
Reporter: admin







