વડોદરા : મધ્ય ગુજરાતની સયાજી હોસ્પિટલમાં આવેલા વોર્ડ નં 24માં ડિજીટલ એક્સ રે મશીનની મંગળવારે ફિલ્મો ખૂટી પડતા દર્દીઓને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી દર્દીઓને તાત્કાલિક વિભાગમાં એક્સ રે કરાવવામાં માટે જવું પડ્યું હતું.જેને પગલે તાત્કાલિક વિભાગમાં દર્દીઓની લાઈનો પડી હતી.
ઉપરાંત તાત્કાલિક વિભાગના એક્સ રે રૂમમાં સ્ટાફની કમી હોવાને કારણે પણ દર્દીઓને હાલાકી વેઠવી પડી હતી.સયાજી હોસ્પિટલમાં શહેર અને સમગ્ર રાજ્યમાંથી લોકો સારવાર માટે લેવા માટે આવતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં કોઈ સેવા ખોરવાઈ જાય તો દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવા પડતો હોય છે. થોડા સમય પહેલા હોસ્પિટલના વોર્ડ નં 24માં રાખેલા ડિજીટલ એક્સ રે મશીનની ફિલ્મો ખૂટી પડતાં મશીન બંધ પડી ગયું હતું. જેના કારણે દર્દીઓને તાત્કાલિક વિભાગમાં એક્સ રે કઢાવવા માટે જવું પડ્યું હતું.ત્યારે આ જ સમસ્યા મંગળવારે ફરી ઉદ્ભવી હતી.
મંગળવાર સવારથી જ ડિજીટલ એક્સ રે મશીનની ફિલ્મો ખૂટી પડતા એક્સ રે મશીન બંધ કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે સવારથી જ તાત્કાલિક વિભાગના એક્સ રે રૂમની આગળ લાઈનો પડી હતી. જોકે તમામ મશીન મેન્યુઅલી ચાલતા હોવાને કારણે એક્સ રે કાઢતા પણ સમય લાગી રહ્યો હતો.મશીન ડોનેશનથી આવ્યું છે, તેની ફિલ્મો સરકાર આપતી નથી ફિલ્મો ખૂટી પડી હતી, જોકે મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ડિજીટલ એક્સ રે મશીનની ફિલ્મો આવી ગઈ હતી અને મશીન ચાલુ થઈ ગયું હતું. આ ડિજીટલ મશીન ડોનેશનથી આવ્યું છે અને તેની ફિલ્મો સરકાર આપતી નથી. તેના કારણે સ્થાનિક સ્તરે ખરીદી કરવી પડતી હોવાને કારણે તકલીફ પડે છે. તેમ ચેતન મહેતા, હેડ, રેડિયોલોજી વિભાગએ જણાવ્યું હતું.
Reporter: admin