નવી દિલ્હી : China ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં નાણાં વર્ષ 2026 દરમિયાન જંગી વધારો નોંધાયો છે.
Ministry of Commerce and Industry દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ચીનમાંથી ખાતરની આયાત વાર્ષિક ધોરણે 170 ટકાથી વધુ વધી 50.20 લાખ ટન સુધી પહોંચી છે.જોકે ભારત માટે ખાતરના સૌથી મોટા નિકાસકાર તરીકે Russia એ પોતાનું પ્રથમ સ્થાન યથાવત રાખ્યું છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન રશિયાથી ખાતરની આયાતમાં 35 ટકાનો વધારો નોંધાયો હતો અને કુલ 67.10 લાખ ટન ખાતરની આયાત કરવામાં આવી હતી.આ ઉપરાંત Saudi Arabia ખાતેથી ખાતરની આયાતમાં 22 ટકાથી વધુનો વધારો થઈ 34.30 લાખ ટન સુધી પહોંચી હતી. Morocco ખાતેથી આયાતમાં લગભગ 99 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને કુલ 27.90 લાખ ટન ખાતરની આયાત થઈ હતી. જ્યારે Oman ખાતેથી 19.10 લાખ ટન ખાતરની આયાત થઈ હતી, જેમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બીજી તરફ ભારતના બાસમતિ ચોખાના નિકાસ બજારમાં પણ અખાતી દેશોની માંગ મજબૂત બની રહી છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન Saudi Arabia અને Iran ભારતના બાસમતિના સૌથી મોટા ખરીદદાર દેશ તરીકે સામે આવ્યા હતા. સાઉદી અરેબિયામાં 10.50 લાખ ટન જ્યારે ઈરાનમાં 10 લાખ ટન બાસમતિ ચોખાની નિકાસ કરવામાં આવી હતી.તે સિવાય ઈરાક અને United Arab Emirates પણ ભારતના બાસમતિના મુખ્ય આયાતકાર દેશોમાં સામેલ રહ્યા હતા.જોકે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલી અને સંઘર્ષના કારણે હાલ જહાજોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે ભારતમાંથી અખાતી દેશોમાં થતી બાસમતિ નિકાસ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપાર નિષ્ણાતોના મતે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન અખાતી દેશોમાં બાસમતિની નિકાસમાં નરમાઈ જોવા મળી શકે છે.
Reporter: admin







