News Portal...

Breaking News :

FBIના ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ ઈમેલ એકાઉન્ટ હેક: X પર કાશ પટેલના ફોટા શેર કરાયા

2026-03-28 10:01:01
FBIના ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ ઈમેલ એકાઉન્ટ હેક: X પર કાશ પટેલના ફોટા શેર કરાયા


વોશિંગ્ટન : મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે અમેરિકાની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ ઈમેલ એકાઉન્ટ હેક થયું હોવાના સમાચારથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. 


ઈરાનના હેકર ગ્રુપ દ્વારા કાશ પટેલનું ઈમેલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ અમેરિકી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર કાશ પટેલના કેટલાક અંગત ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. હેક્ટિવિસ્ટ ગ્રુપ 'હંદાલા હેક' દ્વારા આ તસવીરો અને પર્સનલ ડોક્યુમેન્ટ્સ લીક કરવામાં આવ્યા હોવાનો દાવો ટેલિગ્રામ અને તેમની વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો છે. આ ગ્રુપને પ્રો-પેલેસ્ટાઈની હેકિંગ ગ્રુપ માનવામાં આવે છે.અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક અધિકારીએ સ્વીકાર્યું છે કે, ઓનલાઈન સામે આવેલો ડેટા અસલી જણાય છે. 


રિપોર્ટ મુજબ હેક થયેલું એકાઉન્ટ એક પર્સનલ જીમેઈલ આઈડી હતું, જેમાં 2010થી 2019 સુધીના ઈમેલ્સ હતા. આ ઈમેલમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને પ્રકારની વાતચીત સામેલ હોવાનું કહેવાય છે.આ સાયબર એટેકે અમેરિકાની સાયબર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે, કારણ કે આ મામલો દેશની સૌથી મોટી તપાસ એજન્સીના પ્રમુખ સાથે જોડાયેલો છે. અગાઉ પણ ઈરાન સાથે જોડાયેલા હેકર્સ પર અમેરિકી અધિકારીઓને નિશાન બનાવવાના આરોપો લાગતા રહ્યા છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ લીકથી કેટલી સંવેદનશીલ માહિતી બહાર આવી છે અને તેની રાષ્ટ્રીય સુરક્ષા પર કેટલી અસર પડશે.

Reporter: admin

Related Post