વડોદરા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓને લઈને ગઈકાલે 14 વોર્ડના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો.

વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ એ વોર્ડ નં 3,7 અને 14ના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો. કારેલીબાગ અને માંડવી ખાતે બીજેપીના કાર્યાલયનો પ્રારંભ કરાયો. વડોદરામાં ગઈકાલે 19 પૈકી 14 વોર્ડના ચૂંટણી કાર્યાલયનો શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો ત્યારે વિધાનસભાના મુખ્ય ફંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલએ સ્થાનિક આગેવાનો વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓની સાથે વોર્ડ 3,7 અને 14ના ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રકટાવીને અને રીબીન કાપીને કર્યો હતો.

વોર્ડ 3માં 13 મહિલા અને 59 પુરુષ સહિત 81 દાવેદારો છે.જ્યારે વોર્ડ 7માં 23 મહિલા અને 47 પુરુષ સહિત 70 દાવેદારો છે. જ વોર્ડ 14માં 14મહિલા અને 48 પુરુષ સહિત 62 દાવેદારો છે.ત્યારે જેને ટીકીટ મળશે તેને જીતાડવા માટે સહુ સાથે મળીને કામ કરશે તેમ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ એ જણાવ્યું હતું.





Reporter:







