વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭, મે ના રોજ યોજાનાર છે.આ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.તંત્રના આ પ્રયાસોમાં પોસ્ટ વિભાગ પણ સહભાગી બન્યું છે.ડભોઈ પોસ્ટ ઓફિસ દ્વારા વિતરણ કરવામાં આવતા પોસ્ટ કવર પર ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ, મતદાન અવશ્ય કરીયેનો સંદેશો આપતા સ્ટેમ્પ થકી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે. તા.૭ મે ના રોજ સવારે ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી યોજાનાર ચૂંટણીમાં શહેર જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Reporter: News Plus