News Portal...

Breaking News :

સુપર મારિયો ગેમ થકી ભાજપાના ઉમેદવારનો ચુંટણી પ્રચાર

2024-04-25 12:47:02
સુપર મારિયો ગેમ થકી ભાજપાના ઉમેદવારનો ચુંટણી પ્રચાર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. 7 મેના રોજ મતદાન પહેલા ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેવાદરો મતદારોને આકર્ષવા ચૂંટણી પ્રચારમાં અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. આ વચ્ચે વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો મારીયો ગેમથી ચૂંટણી પ્રચારનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. ધવલ પટેલે જાતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.


વલસાડ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો એક વીડિયો હાલમાં વાઈરલ થયો છે. જેમાં તેઓ અનોખી રીતે વીડિયો ગેમથી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળે છે. વીડિયોમાં સુપર મારિયો ગેમ છે, જેમાં મારિયો કેરેક્ટર પર ધવલ પટેલનો ચહેરો મોર્ફ કરીને લગાવવામાં આવ્યો છે. વીડિયોમાં કેરેક્ટર આગળ વધે તેમ બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ છે, જેના પર ધવલ પટેલનું કેરેક્ટર જીત મેળવીને આગળ વધતા દેખાય છે. 

મારિયો ગેમના આ વીડિયોમાં વલસાડના વિકાસ અને નિરક્ષરતાને દૂર કરવાની અને આદિવાસી સમાજને હક અને અધિકારની પણ ગેરંટી આપી રહ્યા છે. યુવાઓ સુધી ચૂંટણી પ્રચાર પહોંચાડવા માટે ધવલ પટેલનો આ અનોખો અંદાજ હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે આ વીડિયો ગેમથી ચૂંટણી પ્રચાર કરીને ધવલ પટેલને ફાયદો થાય છે કે નહીં.

Reporter: News Plus

Related Post