દિલ્હી :પગાર પંચ પૂર્ણ થતા પહેલા જ કેદ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે.
આ મંજૂરી સાથે સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમના પગારમાં 186 ટકા સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આઠમું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે.આઠમું પગાર પંચ અમલમાં આવ્યા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું ૨.૮૬ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. જો આમ થશે તો લઘુતમ બેઝિક પગાર વધીને ૫૧,૪૮૦ થવાનો અંદાજ છે.
હાલમાં લઘુતમ બેઝિક પગાર ૧૮૦૦૦ છે. તેવી જ રીતે લઘુતમ પેન્શન ૯૦૦૦ રૂપિયાથી વધીને ૨૫,૭૪૦ થઇ જવાની શક્યતા છે. સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૧.૮૬ ટકા નક્કી કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલ આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં નવા પગાર પંચની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પંચને આગામી વર્ષ એટલે કે ૨૦૨૬ સુધી પોતાનો રિપોર્ટ સુપ્રત કરવો પડશે. આઠમા પગાર પંચના અધ્યક્ષ અને તેના બે સભ્યોના નામની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
Reporter: admin