વડોદરા : ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થી ગઠિત પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટીના કાર્યાલય ઉદ્ધાટન અને તૈયારીના ભાગરૂપે આજ રોજ એક મિટિંગનું આયોજન કરેલ જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો રાજેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં મિટિંગ મળેલ જેમાં પાર્ટીના ગુજરાત રાજ્યના સંગઠન ઇ.ચાર્જ ધિલ્લોલ સા. તેમજ જે.પી. ઠાકર સા. ઉપસ્થિત રહેલ હતા.

તેમજ પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો કારોબારી સભ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ વિનોદભાઈ નાયક હાજર રહી સંગઠન અંગે ચર્ચા વિચારણા તેમજ ઉદ્ઘાટનની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.





Reporter: admin