કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓના આંદોલન અને NEET પરીક્ષા વિવાદ વચ્ચે જણાવ્યું કે, "વિદ્યાર્થીઓ માત્ર આક્રોશ નહીં, પરંતુ જવાબ, સુધારા અને જવાબદારીના હકદાર છે." તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે પણ તૈયાર છે.
ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ વિદ્યાર્થીઓના મુદ્દાનો રાજકીય લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારનો હેતુ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવાનો છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકારણ ન થવું જોઈએ.
આ દરમિયાન વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ફરી દોહરાવી છે અને પરીક્ષા પ્રણાલીમાં કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્ર સરકારને ઘેરી છે.
Reporter: admin







