News Portal...

Breaking News :

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી: ઈરાનની સંપૂર્ણ શરણાગતિ સિવાય હવે કોઈ સમજૂતી નહીં

2026-03-07 13:31:29
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી: ઈરાનની સંપૂર્ણ શરણાગતિ સિવાય હવે કોઈ સમજૂતી નહીં


દુબઈ : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આ યુદ્ધ માત્ર ત્રણ દેશો પુરતું સિમિત ન રહેતાં છેલ્લા એક સપ્તાહમાં ૧૪ દેશો સુધી ફેલાયું છે. 


અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. જવાબમાં ઈરાન પણ એક સાથે ૧૨ દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં ઈરાને કતરમાં અમેરિકાની મહત્વપૂર્ણ મિસાઈલ એલર્ટ સિસ્ટમ તોડી પાડી છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાનને ચેતવણી આપી કે ઈરાનની સંપૂર્ણ શરણાગતિ સિવાય હવે કોઈ સમજૂતી નહીં થાય. બીજીબાજુ ઈઝરાયેલે લેબેનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લા પર હવાઈ હુમલા યથાવત્ રાખ્યા છે.મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહી છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, ઈરાન સાથે કોઈપણ શરત વિના આત્મસમર્પણ વિના કોઈ સમજૂતી નહીં થાય. 


ત્યાર પછી એક મહાન અને સ્વીકૃત નેતાની પસંદગી પછી અમે અને અમારા અનેક સાથીઓ ઈરાનને વિનાશના કિનારેથી પાછા લાવવા પ્રયત્ન કરીશું અને તેને આર્થિકરૂપે પહેલા કરતાં ઘણા ઊંચા, સારા અને મજબૂત સ્તરે લઈ જઈશું. ઈરાનનું ભવિષ્ય ઉજ્જવળ થશે. ઈરાનને ફરી મહાન બનાવો. આ સાથે ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી છે કે ઈરાન ઝુકશે નહીં તો તેનો સંપૂર્ણપણે વિનાશ કરવાની તેમની તૈયારી છે.

Reporter: admin

Related Post