વડોદરા શહેરનું અનોખુ અને વિચીત્ર ટ્રાફિક સિગ્નલ તમને શહેરના વાઘોડીયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે જોવા મળશે જ્યાં ટ્રાફિક લાઇટ રેડ હોય અને સિગ્નલ કાઉન્ટ પણ પતી જાય ત્યારે પણ રેડ જ રહે છે.

ટ્રાફિક સિગ્ન કાઉન્ટમાં થયેલી ગરબડના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે કારણે સિગ્નલ કાઉન્ટ પતી જાય ત્યારે વાહન ચાલકોને એમ લાગે છે કે હવે તેમનો ટર્ન આવી ગયો છે અને તે વાહન હંકારી મુકે છે પણ વાસ્તવમાં તે સમયે અન્ય સાઇડનું ગ્રીન સિગ્નલ શરુ થઇ જાય છે જેથી આ વાહન ચાલકોને અધવચ્ચે ઉભા રહી જવું પડે છે. છેલ્લા એક મહિનાથી ઉમા ચાર રસ્તા પાસેનું આ સિગ્નલ આ રીતે વાહન ચાલકોને પરેશાન કરી રહ્યું છે પણ હજું કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસે કોઇ પણ કાર્યવાહી કરી નથી. ઉમા ચાર રસ્તા પાસેનું આ ટ્રાફિક સિગ્નલ જોવા જેવુ છે .

આ ફોટો જે બાજુએથી લેવાયેલો છે તે બાજુ થી આવતા વાહન ચાલકો છેલ્લા એક મહિનાથી ભૂલા પડે છે જેમા સિગ્નલની સેકન્ડ પતી જાય પરંતુ ગ્રીન સીગ્નલ બીજી બાજુનુ ચાલુ થાય છે એટલે આ તરફ ઊભા રહેલાને એમ કે આપણી ગ્રીન લાઇટ ચાલુ થઇ છે તેમ સમજીને ચાલવા માડે અને સકઁલ ઉપર જઇને ઊભારહેવુ પડે અને અકસ્માત પણ થાય છે અને ક્યારેક બોલા ચાલી પણ થાય છે. આ ચાર રસ્તા ઉપર કેટલાય સમયથી કેટલાક સિગ્નલની લાઇટો તો ચાલતી જ નથી. નવાઇની વાત એ છે કે ટ્રાફિક સંચાલન માટે કોઇ ટ્રાફિક જવાન પણ નથી હોતા અને હોય તે પણ આ બધી બાબતોમા ધ્યાન જ નથી આપતા. સ્માર્ટ સીટી વડોદરાની વાઘોડીયા રોડ ઉમા ચાર રસ્તાના સીગ્નલ ની આ અનોખી વાત છે


Reporter: admin