જિલ્લા મહેસૂલી કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા તેમનુ આંદોલન જારી છે. કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવ્યા પછી હવે આજે શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતર્યા

મહેસૂલી કર્મચારીઓની રાજ્ય સરકાર સમક્ષ ૪ માગણીઓ છે. તેમાં વર્ષ ૨૦૧૨ના નાયબ મામલતદારોની સિનિયોરીટી યાદી ડીમ્ડ ડેટના લાભસાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા. જિલ્લા ફેર બદલીની પડતર રજૂઆતોનો તાત્કાલિક નિર્ણય લેવા, જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેફોર્મ સિસ્ટમથી કરવા, કલેક્ટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા.

૨૦૧૫ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારોની માગણી કે મંજૂરી વગર કરાયેલી જિલ્લા ફેર બદલીના હુકમો રદ કરવાની માગણીનો સમાવેશ થાય છે. વારંવાર રજૂઆતો છતાં સરકારે કોઈ નિર્ણય ન લેતા મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે



Reporter: admin