વડોદરા : નિ:સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજે કેવડા બાગ ખાતે અંધજનો, વિધવા બહેનો, અને દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ અને ભોજન આપવામાં આવ્યું હતું.

નિ:સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વરસ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે સાથે દાતાઓ ના સહયોગથી આજે વડોદરા શહેર કેવડા બાગ ખાતે દિવ્યાંગ લોકો, અંધજન લોકો, અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેગ અને ભોજનની સેવા આપવામાં આવી હતી.

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 100 થી વધુ લોકોને ટ્રાવેલિંગ અને ભોજન ની સેવા આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આજે દિવ્યાંગ અંધજન અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેગ આપવામાં આવી હતી નિ :સહાય માનવ કલ્યાણ સંઘના ડોક્ટર સલીમ વોરાએ જણાવ્યું હતું.



Reporter: admin