પૂરની પરિસ્થિતિ દરમિયાન ભાજપના વિવિધ નેતાઓ તેમજ હોદ્દેદારો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.જેમાં પક્ષના જ એક કાર્યકર દ્વારા કાઉન્સિલરનો હાથ પકડીને તેને નીચે ઉતારી દેવામાં આવી હતી
જ્યારે અન્ય તરફ એક સામાન્ય નાગરિક સામે પણ કાયદાકીય પગલા લેવામાં આવ્યા હતા ત્યારે હજી શાંત થયો નથી ત્યારે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપા દ્વારા તેમની પાર્ટીને શાંતિપૂર્ણ પાર્ટી ગણવામાં આવી હતી જોકે આ પત્રકાર પરિષદ બાદ અનેક લોકોમાં ચર્ચા વિચારણા પણ જોવા મળી હતી કે પાર્ટીમાં આજે બે પક્ષો છે અને તેમાં જૂથબંદી ચાલી રહી છે ત્યારે તે પોતાના શાંતિપૂર્ણ ગણાવવું એ હાસ્યાસ્પદ વાત છે.શહેરમાં થોડા દિવસ પૂર્વે વરસાદની પરિસ્થિતિમાં ગંભીર હાલતમાં શહેરીજનો જોવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં પૂરની પરિસ્થિતિ ના કારણે પછાત વિસ્તારથી લઈને પોશ એરીયા સુધીના તમામ વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે મોટાભાગના શહેરીજનો ગંભીર હાલતમાં મુકાયા હતા સાથે જ એક માળ સુધીના પાણી હોવાના કારણે પ્રાથમિક જરૂરિયાતની સાથે વીજ કનેક્શન પણ બંધ હોવાના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે અનેક વિસ્તારમાં એવી પરિસ્થિતિ આવી પહોંચી હતી જેના કારણે અનેક લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતર કરવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી. જોકે આ પરિસ્થિતિ બાદ જાણે શહેરીજનો જાગૃત બની ગયા હોય તેવી રીતે મીડિયા સમક્ષ અનેક લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્ય હતો સાથે જ જવાબદાર અધિકારીઓ ને ઊંઘમાંથી ઉઠાડવાની કામગીરી પણ કરી હતી ત્યારે આજે આ ગંભીર પરિસ્થિતિ માં અનેક આક્રોશ વ્યખ્યા બાદ આખરે જાણે ભારતીય જનતા પાર્ટીની આંખ ખૂલી હોય તેવી રીતે તેમજ આ વિરોધ શામવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણે શહેરીજનોને લોલીપોપ દેખાડીને પોતાની તરફ આકર્ષિત કરવા માંગતા હોય તેવી રીતે વિવિધ જાહેરાતો કરીને તેઓને લલચામણી લાલચ પણ આપી હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતુ.
પત્રકાર પરિસદમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ, ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, ચેરમેન ડો શીતલ મિસ્ત્રી તથા મહામંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.કોંગ્રેસની જન આક્રોશ રેલી મામલે સાંસદ ડો હેમાંગ જોશીનો મોટો હુમલો શ્મશાનમાં જેમ ગિદડા ફરતાં હોય તેમ કોંગ્રેસ પૂરની સ્થિતિમાં લાભ લેવા આવી ગઈ હતી.કોંગ્રેસનો કુત્રિમ જન આક્રોશ હતો વાયનાડમાં લેન્ડ સ્લાઇડ થઈ ત્યારે કોંગ્રેસ ગુમ હતી સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડ લેન્ડ સ્લાઇડ મામલે કઈ ન બોલ્યાં પરંતુ અહીંયા ભાજપ વિરોધ આક્રોશ હોવાનો જોર શોર થી તે ખુલાસો આપી રહ્યા છે તેવું જણાવ્યું હતુંડો હેમાંગ જોશી, સાંસદ..નદીના નકશો બનાવવામાં આવ્યો તે મુજબ દબાણ પણ દૂર કરવાની કામગીરી કલેકટર દ્વારા કરવામાં આવશે.નદી ઉપરના દબાણો દૂર કરવાની બાહેધરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વામિત્રી નદી પસાર થાય છે તેમ જે તે વિસ્તારમાંથી પસાર થાય છે અને ત્યાં અત્યારે હાલની પરિસ્થિતિ બાબતે નકશો બનાવવામાં આવ્યો છે તે મુજબ કામગીરી કરવામાં આવશે સાથે જ તેના ઉપર થયેલા દબાણ પણ દૂર કરવાની કામગીરી કલેકટર દ્વારા કરવામાં આવશે સાથે જ પાલિકા પણ તેમાં જોડાશે. તે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ગ્રીન હોલ્ટ જમીન હોય કે પછી વેટલેન્ડ જમીન સ્પોટ હોય તે જમીન પર જુઓ દબાણ હશે તે પણ દૂર કરવામાં આવશે તેમજ જઈ ગ્રીન ટ્રીબ્યુનલ કમિટી છે તેના દ્વારા જે પણ વિશ્વામિત્રી નદીને લગતા આદેશ હશે તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે તેવું કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. જોકે આ જાહેરાત દરમિયાન તેવા પણ સવાલ કરવામાં આવ્યા હતા કે તેમના જ નેતાઓ દ્વારા અનેક પ્રકારના દબાણો કરવામાં આવ્યા છે જે ગેરકાયદેસર છે અને નદી ઉપર જ છે પરંતુ તેના પર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવશે કે કેમ તે બાબતે સવાલો કરતા નેતા એ મૌન સેવ્યું હતું
Reporter: admin