News Portal...

Breaking News :

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન: જંતર-મંતર પર ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિરોધ તેજ

2026-06-06 13:52:24
કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન: જંતર-મંતર પર ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિરોધ તેજ


કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન: જંતર-મંતર પર ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિરોધ તેજ

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના અભિજીત દીપકેએ તેમના સમર્થકો સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન TMCની રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે આ આંદોલનને સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે લખ્યું હતું કે, “શુભકામનાઓ અને પૂરું સમર્થન. સત્યની લડાઈ લડતા રહો.”પ્રદર્શન દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ બેરોજગારી, પેપર લીક અને વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યું કે, દિલ્હી પોલીસે પ્રથમવાર યોગ્ય નિર્ણય લઈને CJPને પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. હવે જોવાનું રહેશે કે સોશિયલ મીડિયા પર મળતું સમર્થન જમીન પર કેટલું જોવા મળે છે.આંદોલન દરમિયાન પાર્ટીએ પોતાના સમર્થકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા અને કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાવવા અપીલ કરી હતી.વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીક, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સંસ્થાગત સ્થિતિને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી.

Reporter: admin

Related Post