અમદાવાદ : ક્યારેક તૈયાર નમકીનના પડીકાઓમાં મરેલા જીવજંતુ નિકળતા હોય છે. જેને લઇને ગ્રાહકોને હાલાકી વેઠવાની વારી આવતી હોય છે.
સાબરકાંઠાના એક ગામમાં આવી ઘટના બની હતી. જેમાં ગોપાલ નમકીનના પેકેટમાંથી ઉંદર નીકળ્યો હતો. જિલ્લાના પ્રેમપુરમાં આ ઘટના સામે આવી હતી.સાબરકાંઠાના પ્રેમપુર ગામે ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. જે બાદ નાના બાળકને ગાંઠિયા ખાતા ઝાડા ઉલટી થયા હતા. જેને લઇ બાળકને પ્રાથમિક સારવાર માટે દાવડ હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારે પેકેટમાંથી ઉંદર નીકળતા આસપાસના લોકોમાં રોષનો માહોલ ફેલાયો હતો.આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જેમાં રાજ્યની વિવિધ નમકીન કંપનીઓની બેદરકારીના કારણે બાળકો ભોગ બનતા હોય છે. ત્યારે આવી ઘટનાને લઇ સ્થાનિકોમાં આવી કંપની સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. અને આવી ઘટના ન બને તેની તકેદારી રાખવાની અપીલ લોકોએ કરી હતી.
Reporter:







