News Portal...

Breaking News :

'દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'નો ફર્સ્ટ લુક રિલીઝ, રાજકુમાર રાવે જીવંત કર્યો ઐતિહાસિક ક્ષણ

2026-07-08 16:30:21
'દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'નો ફર્સ્ટ લુક રિલીઝ, રાજકુમાર રાવે જીવંત કર્યો ઐતિહાસિક ક્ષણ

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસના અવસરે તેમની બાયોપિક **'દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'**નું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવી રહ્યા છે. પોસ્ટર સોશિયલ મીડિયા પર સામે આવતાં જ ક્રિકેટ અને ફિલ્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ફર્સ્ટ લુક પોસ્ટરમાં રાજકુમાર રાવ વર્ષ 2002ની ઐતિહાસિક નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ લોર્ડ્સની બાલ્કનીમાં જર્સી લહેરાવતી સૌરવ ગાંગુલીની યાદગાર ક્ષણને ફરી જીવંત કરતા જોવા મળે છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસની આ સૌથી પ્રેરણાદાયક ક્ષણોમાંની એક માનવામાં આવે છે.

સૌરવ ગાંગુલીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરીને તેને પોતાના જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ 14 મે, 2027ના રોજ લાંબા હોલિડે વીકએન્ડ દરમિયાન વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Reporter: admin

Related Post