એક જ્ણ માટે ફરાળી દહીં ભેળ બનાવા એક બાઉલમા 50 ગ્રામ જેટલો ફરાળી તીખો ચેવડો લેવો.હવે ચેવડાને ટેસ્ટી બનાવવા ગ્રીન ચટણી બનાવવી. આ ચટણી બનાવવા એક વાડકી ચોપ કરેલા ધાણા, 2 લીલા મરચા જો તીખું વધારે પસંદ હોય તો લીલા મરચા વધારે ઉમેરી શકો છો,
એક ચમચી તીખો ફરાળી ચેવડો અને સ્વાદ અનુસાર મીઠુ અને 3 થી 4 ચમચી પાણી ઉમેરી મિક્ષર જારમાં ચટણી બનાવી લેવી. આ ચટણી ફરાળી ચેવડામાં મિક્ષ કરી લેવી હવે તેમાં એક વાડકી જેટલું દહીં ઉમેરી બધુ મિક્ષ કરી લેવું. આ દહીમાં એક ચમચી જેટલી દરેલી ખાંડ ઉમેરવી જેથી દહીં થોડું ગળ્યું ભેળમા ખુબ ટેસ્ટી લાગશે.જો તમે ઉપવાસ મા ટામેટા ખાતા હોય તો એક ટામેટું ચોપ કરી ને મિક્ષ કરી લેવું.
આ દહીં ભેળ ખાવામાં ખુબ ટટેસ્ટી લાગે છે અને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે.
Reporter: admin