News Portal...

Breaking News :

પૂરના પાણી ઉતર્યા બાદ બળીયાદેવ મંદિર પાછળ ગ્રીલમાં ફસાયેલ મગરનું સફળ રેસ્ક્યુ

2026-08-04 11:30:05
પૂરના પાણી ઉતર્યા બાદ બળીયાદેવ મંદિર પાછળ ગ્રીલમાં ફસાયેલ મગરનું સફળ રેસ્ક્યુ

પૂરના પાણી ઉતર્યા બાદ બળીયાદેવ મંદિરની પાછળ આવેલી ગ્રીલમાં ફસાયેલા મગરનું સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપભાઈ અને તેમની ટીમ તેમજ ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુયર નીતિન પટેલ, જીગ્નેશ પરમાર અને સાગર રાઠોડ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
રેસ્ક્યુ ટીમે લગભગ બે કલાકની મહેનત બાદ મગરને સુરક્ષિત રીતે ગ્રીલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તેને ઢાઢર નદીમાં તેના કુદરતી રહેઠાણમાં છોડી દેવામાં આવ્યો હતો.

સમયસરની કામગીરી અને સંકલન બદલ સ્થાનિકોએ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની ટીમની પ્રશંસા કરી હતી. ટીમની સતર્કતાને કારણે મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ શક્ય બન્યું હતું.

Reporter: admin

Related Post