વડોદરા : મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રેક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે ગતરોજ સાંજે કમિશનર ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કર્મચારીઓએ તેમની ગાડીનો ઘેરાવ કરી ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કર્યા હતા.
કર્મચારીઓએ રસ્તો ન આપતા તેઓને ચાલતા જવાની ફરજ પડી હતી. કર્મચારીઓએ માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ભાજપ કોર્પોરેટર જયશ્રી સોલંકીના પતિ અને SC-ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકી પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, અશ્વિન સોલંકીનું આવેદનપત્ર સ્વીકાર્યું છતાં કોર્પોરેશનને લીધું બાનમાં લીધું છે. કોર્પોરેશનના કોન્ટ્રેક્ટ અને કાયમી કર્મચારીઓને ઉશ્કેરી ગેરમાર્ગે દોર્યા છે.
Reporter: admin