શહેરના તરસાલી આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મનહરલાલ સોની (ઉ.52)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સયાજી હોસ્પિટલ મેડીસીન M-4 યુનીટમાં સારવાર હેઠળ છું. ગત 1 મેના રોજ સાંજના અમારા તમામ સભ્યો જમીને બેઠા હતા. બાદમાં હું અલ્પના સિનેમાની સામે આવેલા શેરડીના રસના કોલામા થી 100 રૂપિયાનો શેરડીનો રસ લઇ ગયો હતો અને નીરજભાઈ બાજવાડા પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈડ લાવીને શેરડીના રસમાં ભેળવી મારા પુત્ર, પત્ની તથા પિતાને પીવડાવ્યું હતું.મારે લોખંડની રીંગ બનાવવાનું કામ હતું. જે રિંગનો ઉપયોગ સામાન્ય રીતે ડસ્ટ કલેક્ટ બેગમાં થાય છે. આ બેગ બનાવવા માટે અલગ-અલગ રો-મટીરીયલ્સનો ઉપયોગ થાય છે, જેમાંથી રિવેટ હું રાજેશભાઈ સિંધી (રહે-અકોટા પાસે, વડોદરા) પાસેથી રિવેટ ખરીદતો હતો. જે રાજેશભાઈ સિંધીની દુકાન સખી હાર્ડવેરના નામે મકરપુરા GIDCમાં વડસર મેઇન રોડ ઉપર બાજુમાં આવેલી છે અને લોખંડની રીંગ બનાવી અલગ-અલગ પાર્ટીઓને આપતો હતો, જેમાંથી જયેન્દ્રભાઈ પરમાર કે, જેઓ બેગ બનાવવાનું કામ કરે છે, તેઓને પણ આપતો હતો.
જયેન્દ્રભાઈ પરમાર વાઘોડિયા રોડ વુડાના મકાનમાં રહે છે અને ધર્માસ્વામી મકરપુરા પોલીસ સ્ટેશનથી નજીક આવેલ એરફોર્સ સ્ટેશનની આજુબાજુની કોઈ સોસાયટીમાં રહે છે. ધર્માસ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ (રહે. નોવીનો રોડ, મકરપુરા, વડોદરા)ને હું લાંબા સમયથી ઓળખું છું. પરેશ પ્રજાપતિ પાસેથી મારા મિત્ર ધર્માસ્વામી મારફતે 2 લાખ રૂપિયા 20% ટકાના માસિક વ્યાજે લીધા હતા. જે પૈસા પરેશ પ્રજાપતિએ મારા ખાતામાં ટુકડે-ટુકડે નાખ્યા હતા. જેના સિક્યુરિટી પેટે પરેશ પ્રજાપતિ દોઢ લાખ અને 80 હજારના કોરા ચેક લીધા હતા.
પરેશ પ્રજાપતિને 3 મહિના સુધી 40-40 હજાર મળીને કુલ 1.20 લાખ રૂપિયા વ્યાજ આપ્યું હતું અને સાથે સાથે ધર્મા સ્વામીને પણ કમિશન પેટે 10-10 હજાર રૂપિયા વ્યાજ દર મહિને કેશમાં આપતો હતો અને પરેશ પ્રજાપતિ દર મહિનાના એન્ડિંગમાં વ્યાજની તથા મૂળ રકમની માંગણી કરતો અને ફોનમાં પરેશ પ્રજાપતિ તથા ધર્માસ્વામી મને વારંવાર વસુલી માટે ધમકી આપતા હતા. બાદમાં મેં રાજેશ સિંધી પાસે પણ અઢી લાખ રૂપીયા 20%ના માસિક વ્યાજે લીધા હતા, જેના સિક્યુરિટી પેટે મેં અઢી લાખનો ઇન્ડિયન ઓવરસીઝ બેંકના કોરા ચેક આપ્યા હતા, જેઓને પણ મેં 50-50 હજાર રૂપિયા ત્રણ મહિના સુધી કુલ દોઢ લાખ રૂપિયા કેશથી વ્યાજ આપ્યું હતું.
આશરે બે-અઢી મહિના પહેલા જયેન્દ્ર પરમાર પાસેથી સવા લાખ રૂપિયા લીધા હતા. જયેન્દ્ર પરમારે મને ઓનલાઇન મારા ખાતામાં રૂપિયા નાખ્યા હતા. ને પણ સિક્યુરિટી પેટે મારા 1.60 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પરેશ પ્રજાપતિ, ધર્માસ્વામી, જયેન્દ્ર પરમાર અને રાજેશ સિંધીનાઓ મને ટેલિફોનિક અને રૂબરૂ મળીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અને ગાળાગાળી કરતા હતા મેં એમને વારંવાર કહ્યું હતું કે, હું તમારી મૂડી અને વ્યાજ બધુ આપી દઈશ. મને સમય આપો, પરંતુ, મારું સાંભળતા નહીં.
જયેન્દ્ર પરમારનો ગત 1 મેના રોજ ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, મારા પૈસા વ્યાજ સહિત પાછા આપી દેજે, નહીંતર તારા ઘરે ધાડુ લઈને આવીશ. આ તમામનું હું વ્યાજ 20% લેખે વ્યાજ ચૂકવતો હોવા છતાં તેઓ રૂપિયાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખેલ હોવાથી ચારેય વ્યક્તિનો ત્રાસ સહન ન થતાં તથા ધંધામાં કોઈ સારી આવક ના હોવાને કારણે મેં મારા પત્ની પુત્ર તથા પિતાને ઝેર પીવડાવ્યું હતું.પોલીસ તે દિશા મા વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus