News Portal...

Breaking News :

વાત્સલ્ય ફ્લેટમાંથી 89.69 લાખનો ગાંજો અને રોકડ સાથે CID ક્રાઈમનો મોટો દરોડો

2026-06-13 10:45:52
વાત્સલ્ય ફ્લેટમાંથી 89.69 લાખનો ગાંજો અને રોકડ સાથે CID ક્રાઈમનો મોટો દરોડો


વાત્સલ્ય ફ્લેટમાંથી 89.69 લાખનો ગાંજો અને રોકડ સાથે CID ક્રાઈમનો મોટો દરોડો

વડોદરામાં CID ક્રાઈમ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે જેતલપુર વિસ્તારમાં દિનેશ મિલ પાસે આવેલ વાત્સલ્ય ફ્લેટના મકાન નંબર 101માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ બંધ મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મોટાપાયે મળી આવ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન સ્થળેથી ગાંજાનો જથ્થો તેમજ રોકડ રકમ મળી આવી હતી. કુલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 89.69 લાખ જેટલી આંકવામાં આવી છે. આ સમગ્ર જથ્થો અને રોકડ રકમ પોલીસે કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં આ મકાનમાં રહેતા શાહિદ ખાન પઠાણ નામનો વ્યક્તિ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. 

જોકે, દરોડા દરમિયાન તે ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે આરોપી લાંબા સમયથી આ મકાનનો ઉપયોગ ગાંજાના સંગ્રહ અને વિતરણ માટે કરી રહ્યો હતો.ઘટનામાં જપ્ત કરાયેલ મુદ્દામાલ અકોટા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલો અકોટા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતી ગેંગ સાથે જોડાયેલો હોવાનું પણ અનુમાન છે. જોકે, આ મામલે અકોટા પોલીસ સ્ટેશનની કામગીરી અને સમયસર પગલાં અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.CID ક્રાઈમ દ્વારા હવે આ નેટવર્ક ક્યાંથી ગાંજો લાવવામાં આવતો હતો, કોને સપ્લાય કરવામાં આવતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાથી શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ફરી એકવાર ચિંતા વધી છે.

Reporter:

Related Post