વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ચીને ફરી એકવાર પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરીને આંતરરાષ્ટ્રીય બજારનું ધ્યાન ખેંચ્યું છે. ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના (PBOC) એ જૂન મહિનામાં પણ સોનાની ખરીદી ચાલુ રાખી છે. આ સતત 20મો મહિનો છે જ્યારે ચીને પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો નોંધાવ્યો છે.
જૂન 2026ના અંત સુધીમાં ચીનના ગોલ્ડ રિઝર્વનો જથ્થો વધીને 75.44 મિલિયન ફાઇન ટ્રોય આઉન્સ થયો છે, જ્યારે મે મહિનાના અંતે આ આંકડો 74.96 મિલિયન ફાઇન ટ્રોય આઉન્સ હતો. એટલે કે એક જ મહિનામાં ચીને ફરી સોનાની ખરીદી કરીને પોતાના ભંડારમાં વધારો કર્યો છે.
Reporter: admin







