નસવાડી તાલુકાના ચંદનપુર ગામની પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષક મજુરી કરાવતા હોઈ તેવો વિડિયો સામે આવતા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ કમિટીની રચના કરી છે. આદિવાસી વિસ્તારમા બાળકોને ભણાવવાની જગ્યાએ શિક્ષકો મજૂરી કરાવતા હોય અવાર નવાર આવી ઘટનાઓ છતા શિક્ષકોને જાણે કઈ પડી જ નથી.
નસવાડીના ગઢબોરિયાદ ગ્રુપ શાળાની ચંદનપુરા શાળાના બે શિક્ષકો શાળા બહાર મોબાઈલમાં વ્યસ્ત હતા. અને આદિવાસી બાળકો એકબાજુ ઈંટો ઉંચકી રહ્યા હતા. માસૂમ બાળકો સ્કૂલ પાસે પડેલ સિમેન્ટની ઈંટોને શિક્ષક મુકાવી રહ્યા હતા.વિડિયો જ્યારે ઉતારવામા આવી રહ્યો ત્યારે શિક્ષક બાળકોને ઈશારા કરીને કામ કરતા રોકી રહ્યો હતો .બાળકો ભણતર માટે આવ્યા છે કે મજુરી કરવા તે પ્રશ્ન પૂછતાં શિક્ષકે મજૂર નથી મળતા તેવો લુલો બચાવ કર્યો હતો.
બાળકોએ લગભગ 200થી વધુ સિમેન્ટની ઇંટો ઊંચકાવી હતી. તો શું આવી રીતે ભણશે ગુજરાત ? હાલ તો છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ બાબત સામે આવતા તપાસ કમિટી ની રચના કરી આગળ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.તો શિક્ષકો ફક્ત ખુલાસા આપી છૂટી જતા હોય નસવાડી તાલુકા આદિવાસી સમાજ આ ઘટનાને લઈ માનવ અધિકાર પંચ સુધી ફરિયાદ કરવાનું મન બનાવ્યું છે.
Reporter: